મોરબી જિલ્લામાં કોરોના વેકસિનેશનનો બીજો તબક્કો આજથી શરૂ

- text


અગાઉ એક ડોઝ લીધેલા લાભાર્થીઓને બીજો અને અંતિમ ડોઝ આજથી અપાશે

મોરબી: કોરોના સામે બાથ ભીડવા કોરોના વેકસિનનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ આજે સોમવારથી બીજા તબક્કાનો આરંભ થયો છે.

કોરોના સામે ઇમ્યુનિટી ડેવલપ કરવા વેકસિનના બે ડોઝ લેવા અનિવાર્ય છે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ મુકાવવો પડે છે. ત્યારબાદ લગભગ 12થી 15 દિવસમાં માનવ શરીર કોરોનાના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લ્યે છે. 16 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને વેકસિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે 28 દિવસ વીતી ગયા બાદ પ્રથમ ડોઝ લેનાર દરેકને બીજો ડોઝ આપવાનું આજથી ક્રમશઃ શરૂ થયું છે. 16 જાન્યુઆરીએ ખાનગી અને સરકારી ડૉકટરો સહિતના 160 આરોગ્યકર્મીઓએ કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. એ તમામને આજે બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

- text

સાથોસાથ પ્રથમ ડોઝ માટે બાકી રહી જનાર લોકોને પણ વેકસિનેશનની પ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવી છે. આવનારા દિવસોમાં પ્રથમ ડોઝ લેનાર મેડિકલ સહિતના ક્ષેત્રોના કર્મચારીઓને બીજો ડોઝ મુકાવવાની કાર્યવાહી સંપન્ન થશે ત્યારબાદ નવા અને પ્રથમવાર કોરોના વેકસિન લેનાર લાભાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે.

- text