મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં યોજાઈ વકતૃત્વ સ્પર્ધા

- text


મોરબી : શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી-મોરબી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલ ડૉ. એલ. એમ. કંઝરીયાના અધ્યક્ષસ્થાને કોલેજમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો આરંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રાધ્યાપક કે. આર. દંગી દ્વારા સર્વે ઉપસ્થિત લોકોનું શબ્દોથી સ્વાગત કારવામાં આવ્યું હતું. ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોએ વકતૃત્વ રજુ કરવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગના લોકોનો વકતૃત્વનો વિષય કોરોના અને બેરોજગારીનો હતો. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને સવાડીયા કોમલ અને દ્વિતીય સ્થાને મૂછડીયા રીંકલ આવેલ હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. રાજપૂત, પ્રા. જોષી હતા.

- text

કાર્યક્રમના ઉત્તરાર્ધમાં અધ્યક્ષ ડો. કંઝારીયા પોતાના વક્તવ્યમાં વિજેતાઓને અભિનંદન આપવાની સાથે ભાગ લેનાર સર્વેને આવકાર આપેલ અને નવા આવેલ સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણનું જીવનમાં મહત્વ અને અભ્યાસકાળ દરમ્યાન વ્યક્તિત્વના ઘડતરની કેટલીક વાતો કહીને ખરા જીવનમૂલ્યો વિશે પરિચિત કર્યા હતા. અંતમાં કાર્યક્રમનું આભાર દર્શન પ્રા. કાથડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા. જોષી દ્વારા કરવામાં આવેલ અને સંચાલન પ્રા. વારોતરિયયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text