મોરબી : વિદેશીદારૂના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી 11 વર્ષે ઝડપાયો

- text


મોરબી : મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લોની સ્ક્વોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા અગીયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- text

મોરબી એલસીબી અને પેરોલ ફર્લોની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં અગીયાર વર્ષથી નાસતા-ફરતા આરોપી જયરાજસિંહ કરણસિંહ ગોહીલ (રહે. સાંચૌર, કૈલાશનગર, જી. ઝાલોર, (રાજસ્થાન)) મોરબીમાં આવેલ છે. જેના આધારે નાસતા-ફરતા આરોપી જયરાજસિંહને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો હતો.

- text