મોરબી જિલ્લા અને તાલુકા પંચાયત માટે કોંગ્રેસે 82 દાવેદારોની સેન્સ લીધી

- text


 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની 8 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બન્ને થઈને કુલ 82 દાવેદારને સાંભળવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના કોંગ્રેસ પક્ષના પ્રભારી ચિરાગભાઈ કાલરીયા અને જિલ્લાના નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા, લલીતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ, એલ. એમ. કંઝારીયા, કે.ડી . પડંસુબિયા દ્વારા જિલ્લા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતના દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં આમરણમાં 5, બગથળામાં 4, ઘુટુમાં 6, જેતપરમાં 2, મહેન્દ્રનગરમાં 1, શકત સનાળામાં 2, રવાપરમાં 3, ત્રાજપરમાં 3 એમ કુલ મળીને 26 દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા પંચાયત માટે કુલ 56 દાવેદારની સેન્સ લેવામાં આવી હતી. આમ આજે 82 દાવેદારની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

- text