માળીયા-કચ્છ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

- text


માળીયા (મી.) : માળીયા-કચ્છ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

- text

ગઈકાલે તા. 22ના રોજ માળીયાથી કચ્છ જતા નેશનલ હાઇવે પર હરીપર ગામ નજીક ડમ્પર નં. GJ-12-BX-9447ના ચાલકે ડમ્પર બેદરકારીપૂર્વક ચલાવી નીકીબેન પરાગભાઇ જોશીની સ્વીફ્ટ કાર નં. GJ-12-CG-3463ને પાછળથી ડ્રાઈવર સાઈડમાં ઠોકર મારી હતી. આથી, કારની પાછળના ભાગે તથા ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજામાં નુકસાન થયું હતું. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text