ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ

- text


ડોક્ટરો સહિત ૫૧ આરોગ્ય કર્મચારીઓએ રસી મૂકાવી

ટંકારા : ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડોક્ટરો સહિત ૫૧ આરોગ્ય કર્મચારીઓએ રસી મૂકાવી હતી. આ ફ્રન્ટ લાઈન વર્કરોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હતું.

ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડો. વી. બી. ચીખલિયાએ પ્રથમ રસી મુકાવી હતી. ત્યારબાદ ટંકારા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવડીયા, સાવડી મેડિકલ ઓફિસર ડો. ભાસ્કર વિરસોડિયા, નેકનામ મેડિકલ ઓફિસર ડો. હર્ષાબા સરવૈયા સહિત ટંકારા આરોગ્ય સ્ટાફના ૫૧ કર્મચારીઓને વેક્સિન મુકાવી હતી. આ વેકશીન લીધા બાદ તમામ ડોક્ટરોએ રસી સુરક્ષિત હોવાનો સંદેશ પાઠવી ખોટી અફવા કે ભ્રામક વાતોમા ન આવવા અપીલ કરી હતી. સાથોસાથ કોરોનાને હરાવવા સાવચેતી રાખવા અને વારો આવે ત્યારે કોઈપણ જાતના સંકોચ વગર રસી મુકાવવાની લોકોને અપીલ કરી હતી.

- text

- text