મોરબીમાં બાળકીએ રામમંદિર નિર્માણ કાર્ય માટે પોકેટ મનીનું દાન કર્યું

- text


મોરબી : મોરબીની એક 9 વર્ષની બાળકીએ ગઈકાલે પોતે જીતેલી ઈનામી રાશી અર્પણ કરેલ હતી. આ પ્રસંગ પરથી પ્રેરણા મેળવી અન્ય એક 10 વર્ષની બાળકીએ રામમંદિર નિર્માણ માટે પોતાની તમામ બચત અર્પણ કરી રામભક્તિનો પરિચય આપ્યો હતો.

મોરબીમાં રહેતા દિલિપભાઈ પરમારની 10 વર્ષીય પુત્રી હેન્સીએ પોતાની પાસે રહેલા ગલ્લામાં એટલે કે બચત બોક્સમાં રહેલી તમામ રકમ રૂ. 1400 રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રામનારાયણભાઈ દવે, વિપુલભાઈ અઘારા સહિતના આગેવાનોએ હેન્સીને અભિનંદન પાઠવ્યા હતા. આમ, મોરબીમાં બાળકીએ રામમંદિર નિર્માણ કાર્ય માટે પોકેટ મનીનું દાન કરી રામમંદિર માટે આર્થિક સહયોગ આપ્યો હતો.

- text

- text