દેવળિયામાં ટીટોડીઓના મોત બર્ડ ફલુના કારણે નહી પરંતુ ઠંડી લાગવાને કારણે થયા હતા

- text


 

ભોપાલ મોકલેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો: ઇજાગ્રસ્ત મળી આવેલ ટીટોડીઓ પણ મરી ગઈ

હળવદ: હળવદ તાલુકાના નવા દેવળિયા ગામ પાસેના તળાવમાં થી ગત ૧૩ જાન્યુઆરીના રોજ એક ડઝનથી વધુ મૃત હાલતમાં ટીટોડીઓ મળી આવી હતી તેમ જ દસ જેટલી ટીટોડીઓ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી આ બનાવને પગલે વન વિભાગ અને પશુપાલન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત ટીટોડીઓ ને પ્રાથમિક સારવાર આપી હતી.

- text

જ્યારે મૃત હાલતમાં મળી આવેલ ટીટોડીઓના સેમ્પલને બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેનો રીપોર્ટ આવી જતાં આ ટીટોડીઓના મોત બર્ડફલુના કારણે નહીં પરંતુ ઠંડીને કારણે થયાનું સામે આવ્યું છે જેથી કહી શકાય કે હળવદમાં અત્યાર સુધીમાં એક પણ બર્ડ ફ્લુનો કેસ નોંધાયો નથી.

- text