દિઘડિયા ગામે રામદેવપીરની ગૌશાળાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


 

શક્તિધામ દિઘડીયા ક્રિકેટ ટીમ દ્વારા કરાયું છે આયોજન : ૨૬મી જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો પ્રારંભ

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે શ્રી શક્તિધામ દીઘડીયા ક્રિકેટ ટીમ દ્વારા રામદેવપીર ની ગૌશાળા ના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ૨૬મી જાન્યુઆરીથી પ્રારંભ થશે

દિઘડિયા ગામે યોજાવા જઇ રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટ માં એન્ટ્રી ફી રૂપિયા ૨૧૦૦રાખવામાં આવી છે સાથે જ વિજેતા ટીમને ૫૧૦૦ અને ટ્રોફી આપવામાં આવશે તેમજ રનર્સ અપને ૨૧૦૦અને ટ્રોફી, મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સીરીઝ ને ટ્રોફી આપવામાં આવશે તેમ આયોજક મિત્રોએ જણાવ્યું હતું.

- text

ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉમેદભા ગઢવી ,પરાક્રમસિંહ ઝાલા, બળદેવભાઈ કાંજિયા તથા દિઘડીયા ક્રિકેટ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ વધુ માં આયોજક મિત્રોએ જણાવ્યું હતું કે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ ક્રિકેટ રમવા આવતા ખેલાડીઓ તેમજ ક્રિકેટ જોવા આવતા ક્રિકેટ પ્રેમીઓએ સંપૂર્ણ તકેદારી રાખવી આવશ્યક છે.

- text