માળીયા (મી.) : દેવ સોલ્ટ દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી

- text


માળીયા (મી.) : દેવ સોલ્ટ દ્વારા મકર સંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ હતી. જેમાં કંપની દ્વારા માળીયા (મી.) તાલુકાના હરિપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી ઉત્તરાયણના પર્વને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવી મજા માણી હતી. ચિક્કી અને મમરાના લાડુનો ચટાકો લીધો હતો.

તદપરાંત, વિદ્યાર્થીઓ માટે રમતગમતનું આયોજન કરાયું હતું. જેમાં 5 વ્યક્તિગત રમતો અને 2 ગ્રુપ રમતોનો સમાવેશ કરાયો હતો. એમાં પહેલા અને બીજા નંબરએ વિજય પામેલ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દેવ સોલ્ટના ચેરમેન ડી. એસ. ઝાલા અને એમ.ડી. હિરેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના સીનિયર અધિકારી વિવેક ધૃણા અને રમજાનભાઈ જેડાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્તરાયણના પર્વની મજા માણી અને સ્કૂલના શિક્ષકોએ દેવ સોલ્ટનો આભાર વ્યકત કર્યો હતો.

- text

- text