ડેઈલી માર્કેટ રિપોર્ટ : કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા: ઓપન ઈન્ટરેસ્ટ ૧,૫૦,૮૫૦ ગાંસડીના સ્તરે

- text


રબરમાં સુધારો: સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં નરમાઈ: કીમતી અને બિનલોહ ધાતુઓ તથા ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૩૭૯૧ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૮૦૮૧ સોદામાં રૂ.૧૩૭૯૧.૨૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદી તથા તમામ બિનલોહ ધાતુઓ ઉપરાંત એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. નેચરલ ગેસમાં વૃદ્ધિ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. રબરમાં સુધારા સામે સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં નરમાઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૬૦૧૪ સોદાઓમાં રૂ.૬૨૩૯.૦૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૦૮૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩૨૭ અને નીચામાં રૂ.૪૯૦૧૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ ઘટીને રૂ.૪૯૧૮૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૫૮૮ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૧૦ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨ ઘટીને બંધમાં રૂ.૪૯૨૧૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૯૭૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૨૬૬ અને નીચામાં રૂ.૬૫૩૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮૦ ઘટીને રૂ.૬૫૭૦૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૯૫૫ ઘટીને રૂ.૬૫૭૧૦ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૯૫૬ ઘટીને રૂ.૬૫૭૧૦ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૧૯૪૯ સોદાઓમાં રૂ.૨૯૨૮.૯૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૯૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૧૮ અને નીચામાં રૂ.૩૮૫૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ ઘટીને રૂ.૩૮૫૭ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૫૧૨૧ સોદાઓમાં કુલ રૂ.૫૫૩.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨૫૦ અને નીચામાં રૂ.૨૧૦૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ ઘટીને રૂ.૨૧૧૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૬૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦.૯ ઘટીને બંધમાં રૂ.૯૪૬.૨ ના ભાવ હતા.

જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૫ અને નીચામાં રૂ.૯૬૫.૫ રહી, અંતે રૂ.૯૮૬.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૧ અને નીચામાં રૂ.૧૧૯૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ ઘટીને રૂ.૧૧૯૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૭૫૪ સોદાઓમાં કુલ રૂ.૨૮૬૩.૭૩ કરોડ ની કીમતનાં ૫૮૨૪.૭૯૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૭૨૬૦ સોદાઓમાં કુલ રૂ.૩૩૭૫.૩૬ કરોડ ની કીમતનાં ૫૧૨.૯૨૮ ટન, ક્રૂડ તેલમાં ૫૫૦૧ સોદાઓમાં રૂ.૩૫૩.૯૯ કરોડનાં ૯૧૨૬૦૦ બેરલ્સ, કોટનમાં ૮૦૮ સોદાઓમાં રૂ.૫૬.૨૪ કરોડનાં ૨૬૫૨૫ ગાંસડી, સીપીઓમાં ૪૧૫૭ સોદાઓમાં રૂ.૪૮૭.૨૧ કરોડનાં ૫૧૭૯૦ ટન, મેન્થા તેલમાં ૭૦ સોદાઓમાં રૂ.૮.૪૪ કરોડનાં ૮૫.૩૨ ટન, કપાસમાં ૨૨ સોદાઓમાં રૂ.૫૫.૧૪ લાખનાં ૯૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૩૯૧.૮૯૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૨૫.૧૫૨ ટન, ક્રૂડ તેલમાં ૨૫૪૩ બેરલ્સ, કોટનમાં ૧૫૦૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૫૬૧૦ ટન, મેન્થા તેલમાં ૧૩૦.૬૮ ટન અને કપાસમાં ૨૮૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૮ અને નીચામાં રૂ.૨૬૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૦ અને નીચામાં રૂ.૧૮૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૪ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૫૨૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૩૦ અને નીચામાં રૂ.૧૩૩૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૯૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૯૮ અને નીચામાં રૂ.૬૨૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦૧.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૧.૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૨ અને નીચામાં રૂ.૧૬.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૭.૮ અને નીચામાં રૂ.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૩ બંધ રહ્યો હતો.

- text