ટંકારા પોલીસે ચોરીના ગુનામાં અટક કરેલા આરોપીને હદયરોગનો હુમલો આવતા મોત

- text


 

 

પરપ્રાંતીય આરોપીને રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે મૃત જાહેર કર્યો

ટંકારા : ટંકારા પોલીસે ચોરીના ગુનામાં અટક કરેલા આરોપીને હદયરોગનો હુમલો આવતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પરપ્રાંતીય આરોપીને રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા તબીબે મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકે ગત દિવસે 8 જાન્યુઆરીના રોજ ગણેશપર ગામે થયેલ ચોરીના ગુન્હા કામે મુળ અમનફળિયુ,ભાભર,અલિગઢ, એમ. પી.ના અને હાલે ગૌવરીદળ રહેતા પરપ્રાંતીય રામલા કારૂભાઈ કટારા ઉ. વ 45 ની અટક કરી લાવ્યા હતા અને કોરોના રીપોર્ટ કરાવવાનો હોય ગત રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે આરોપીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા હાજર પોલીસે તાત્કાલિક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. ત્યારે હાજર ડો. વિ. બી. ચિખલિયાએ મરણ જાહેર કર્યો હતો.બનાવને પગલે ટંકારા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને નોંધ કરી ડીવાયએસપી પઠાણ દ્વારા તપાસ હાથ ધરાય છે.

- text