મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

- text


જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆત સફળ નીવડી

મોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલના પ્રશ્નોના નિરાકરણ માટે લોકોને પડતી હાલાકી નિવરવા માટે વધુ પીજીવીસીએલના ડિવિઝનો ફાળવવા જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ રાજ્યના ઉર્જામંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રજુઆત કરી હતી. જેના પગલે મોરબી જિલ્લામાં પીજીવીસીએલની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ રાજ્યના ઉર્જામંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરતા મોરબી શહેર અને તાલુકામાં પડતી હાલાકીને ધ્યાને લઈને મોરબી-2 માં પીજીવીસીએલના બીજા ડિવિઝન ઓફિસને મંજૂરી આપવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લાના મોરબી-ટંકારા તાલુકા માટે 3 અલગ સબ ડિવિજનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકામાં નાની વાવડી, ઘુંટુ અને ટંકારા તાલુકામાં લજાઈ ખાતે આમ ડિવિજન ઓફિસ તથા 3 સબ ડિવિજન મળતા જિલ્લામાં લોકોને વીજળી પ્રશ્ને પડતી હાલાકી હળવી થશે અને પીજીવીસીએલના કાર્યમાં ગતિ આવશે તેવી આશા જાગી છે.

 

- text