મોટા દહીંસરા ગામે વિદેશી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામે વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ કેસમાં અજાણ્યા બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

- text

ગઈકાલે તા. 5ના રોજ વિવેકાનંદનગર રોડ પર આરોપીઓએ બાઈક નંબર –GJ-36-J-0049 ના થેલામાં વિદેશી દારૂની 1 બોટલ અને અન્ય અડધી બોટલ (કુલ કી.રૂ. 1500) તથા એક્ટીવા નંબર GJ-36-E-8724 ની ડેકીમાં વિદેશી દારૂની 2 બોટલો (કુલ કી.રૂ. 2000) રાખેલી મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ તથા બાઈક અને એક્ટિવ મળી કુલ 28,500નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહિ હોવાથી હાલ પોલીસે બંને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text