મોરબી : ટ્રાફિક જવાનને ઓપરેશન માટે રૂ. 55 હજારની આર્થિક સહાય કરતું ‘હેલ્પીંગ હેન્ડસ’ ગ્રુપ

- text


પોલીસવડાના હસ્તે ટ્રાફિક જવાનને સહાય અર્પણ કરાઈ

મોરબી : મોરબીના યુવાનો સંચાલિત ‘હેલ્પીંગ હેન્ડસ’ વોટ્સએપ ગ્રુપના સભ્યોએ ફાળો એકઠો કરી ટ્રાફિક જવાનને ઓપરેશન માટે રૂ. 55 હજારની આર્થિક સહાય કરી ‘માનવતા હજુ જીવે છે’એ સાબિત કરી આપ્યું છે. ગ્રુપના સભ્યો દ્વારા આજે પોલીસવડાની ઉપસ્થિતિમાં ટ્રાફિક જવાનને સહાય અર્પણ કરવામાં આવી છે.

મોરબી ટ્રફીક શાખાના TRB જવાનને માથાના ઓપરેશન માટે પૈસાની જરૂર ઉભી થયેલ હતી. આ વાત મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય મેહુલભાઇ ગાંભવાના ધ્યાને આવતા તેમણે અને ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઇએ આ જવાનને બનતી મદદ માટેનું બીડુ ઉઠાવ્યું હતું. તેઓએ આ વાત ‘હેલ્પીંગ હેન્ડસ’ ગ્રુપમાં રજુ કરી હતી. આથી, ગ્રુપના તમામ સભ્યો દ્વારા રૂ. 55,111 જેટલી માતબર રકમ એકઠી કરવામાં આવેલ હતી. જે રકમ આજે મોરબી જીલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે ટ્રાફિક જવાનને અર્પણ કરવામાં આવેલ છે. એસપી સુબોધ ઓડેદરા દ્વારા ટ્રાફીક જવાનને બનતી મદદ કરી આપવાની સેવાકીય પ્રવૃત્તિને બીરદાવવામા આવી હતી. તેમજ ટ્રાફિક જવાનનું ઝડપથી સ્વાસ્થ સારુ થાય એવી શભેચ્છા પાઠવવામા આવી હતી. આમ, ગ્રુપ દ્વારા સોશીયલ મીડીયાનો સદઉપયોગ પણ કરી શકાય એ વાતને સાર્થક કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીના યુવાનો સંચાલિત ‘હેલ્પીંગ હેન્ડસ’ વોટ્સએપ ગ્રુપ દ્વારા મહેનત-મજુરી કરીને જીવન નિર્વાહ ચલાવતા લોકોને તેમના જીવનની મુશ્કેલી જેવી કે ગંભીર બીમારી હોય, ગરીબ બાળકની સ્કુલ ફી હોય વગેરેમાં બનતી મદદ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 2,33,861ની મદદ કરવામા આવેલ છે. આ ગ્રુપમાં હજુ વધુ લોકો જોડાઇ તો આ કાર્યને હજુ વેગ મળી શકે અને હજુ વધુ લોકો સુધી સુવાસ ફેલાવી શકાય તેમ યાદીમાં જણાવાયું છે

- text