હળવદ : ખેતરોમાં વિજપોલ નાખવા માટે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ આવેદન આપ્યું

- text


 

ખાનગી કંપનીએ વિજપોલ નાખવા જમીનની કપાત માટે વળતર આપવાની સ્પષ્ટતા ન કરતા ખેડુતોમાં રોષ

હળવદ : હળવદ પંથકમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમા 765 કેવી વિજપોલ નાખવામા આવી રહ્યા છે. પણ ખેડૂતોને કપાત જમીનના વળતર કેટલુ આપવામા આવશે તે બાબતે ખાનગી કંપનીએ સ્પષ્ટતા ન કરતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.આથી ખેડૂતોએ યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે મામલતદાર કચેરીઅે આવેદન આપ્યુ હતું.

હળવદના ખેડૂતો પર કુદરતી આફતોની સાથો સાથ પ્રાઇવેટ કંપનીઅો દ્ધારા પણ આફત ઉભી કરવામા આવી રહી હોવાની બાબત સામે આવી છે. જેમાં હળવદના કેનાલો રોડ રસ્તા અને વિજલાઇનો ખેડૂતોની જમીન સતત કાપી રહી છે એની સામે પુરુ વળતર પણ ખેડૂતોને મળતું નથી. હળવદ તાલુકાના કોયબા, રાણેકપર, ઘનશ્યામપુર, માનસર સહિતના ગામોના ખેતર પરથી 765 કેવી લાકડીયા-વડોદરા ટ્રાન્સમીશન લાઇન પસાર થઇ રહી છે અને ખેડૂતોની કિમંતી જમીનમા મોટા વિજપોલ નાખવામા આવી રહ્યા છે.ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે, અમારી જમીન કપાઇ રહી છે પરંતુ હજુ સુધી અમને વળતર કેટલુ આપશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.

- text

ખેડૂતોની કિમતી જમીન વિજ લાઇનો કારણે કપાઇ રહી છે. પ્રાઇવેટ કંપનીઓ કપાત જમીનનુ પુરતુ વળતર નથી આપી રહી ન હોવાથી હળવદના રાણેકપર, માનસર, કોયબા, ઘનશ્યામપુરના ખેડૂતો આજે મોટી સંખ્યામા મામલતદાર કચેરીએ પહોચી ગયા હતા અને ખેડૂતોએ મામલતદારને આવેદન આપી જમીન કપાતનું યોગ્ય વળતર ચુકવવાની માંગ કરી છે.

- text