મોરબીમાં રવિવારે સાંજે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

- text


મોરબી: ગઈકાલે રવિવારે સાંજે 04:39 વાગ્યે મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે આંચકની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી મોટાભાગના લોકોને આની જાણ જ થઈ ન હતી.

સિસ્મોલોજી વિભાગમાં નોંધાયેલા કંપન વિશે જાણવા મળતી વિગતો અનુસાર રવિવારે સાંજે 04:39 મિનિટે મોરબીથી ઉત્તર-પૂર્વ દિશામાં 15 કિલોમીટર દૂર અને જમીન સપાટીથી 3.2 કિલોમીટર નીચે 1.4ની તીવ્રતાના આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જો કે, આંચકની તીવ્રતા ઓછી હોવાથી મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો ન હતો.

- text

- text