ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાયું : આસપાસના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

- text


ખેડૂતોની માંગણીને પગલે હળવદના પેટા સિંચાઈ વિભાગે સિંચાઈ માટે ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડ્યું

મોરબી : મોરબીના જીકિયારી ગામ પાસે આવેલા સિંચાઈ યોજનાના ઘોડાધ્રોઈ ડેમમાંથી આસપાસના ગામોને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે આ ડેમનું પાણી છોડી આ ગામોના ચેકડેમો ભરવાની સિંચાઈ વિભાગને ખેડૂતોએ રજુઆત કરી હતી. જેના પગલે હળવદના પેટા સિંચાઈ વિભાગે સિંચાઈ માટે ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડ્યું છે. આ પાણી આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી થશે.

મોરબીના જીકિયારી ગામ પાસે આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના ઘોડાધ્રોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે થોડા સમય પહેલા આસપાસના જેતપર, રાપર, માણાબા, સુલતાનપુર સહિતના ગામોના ખેડૂતોએ સિંચાઈ વિભાગને રજુઆત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ રવિપાકની સિઝન હોય પણ ગામના ચેકડેમોમાં પાણી બહુ જ ઓછું હોવાથી રવીપાક સારી રીતે લઈ શકાય તે માટે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડી ચેકડેમો ભરવાની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઈને હળવદના પેટા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગણી પ્રમાણે તા. 27ના રોજ ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડવમાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ છે. જો કે સિંચાઈ વિભાગે પાણી છોડતા પહેલા હેઠવાસના ગામોને સાવચેત કર્યા હતા.

- text

- text