વાંકાનેરના રાતડીયા ગામે અટલજીની જન્મજયંતિની ઉજવણી

- text


માસ્કનું વિતરણ અને યોજનાઓની માહિતી આપવા સહિતની પ્રવૃત્તિ હાથ ધરાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતડીયા ગામના દયારબાગ ખાતે કોળી સમાજના અગ્રણી જીજ્ઞાશાબેન મેરની આગેવાનીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ગ્રામજનોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરી અટલજીની પૂજા અર્ચના કરી તેમના જીવન કાર્યની અને સરકારના ખેડૂતલક્ષી કાર્યક્રમો અને યોજનાઓની માહિતી આપી સમૂહમાં અલ્પાહાર કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાન મીઠુંભા વાળા, મુસ્લિમ આગેવાનો અબ્દુલ બાદી, નજરુદિન બાદી,પ્રજાપતિ સમાજના આગેવાન ઇશ્વરભાઇ કુંભાર, માલધારી સમાજના આગેવાન ગોપાલભાઈ ભરવાડ, ગેલાભાઈ બાંભવા, કોળી સમાજના આગેવાનો ભગવાનજીભાઈ મેર, વેરશીભાઈ માલકીયા, ધીરુભાઈ રાઠોડ, દેવશીભાઈ સાપરા, મગનભાઈ સાપરા, રમેશભાઈ રંગપરા, હીરાભાઈ મકવાણા ડાયાભાઈ માલકીયા અને સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપના આગેવાનો શાંતાબેન જાંબુકિયા, શૈલેષભાઈ જાંબુકિયા, મુકેશભાઈ ધરજીયા વગેરે આગેવાનો અને ૮૦ જેટલાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ છે. આ કાર્યક્રમ માટે સર્વેએ જીજ્ઞાસાબેન મેરને અભિનંદન આપી સમાજ જાગૃત કરવાના તેમના આ અભિયાનને બિરદાવેલ હતો.

- text

- text