મોરબીમાં બાળકોએ ક્રિસમસ ટ્રીને શણગારી ક્રિસમસની ઉજવણી કરી

- text


મોરબી : હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકારે જાહેરમાં પાર્ટી કરી તહેવારની ઉજવણી પરપ્રતિબંધ લાદ્યો છે. ત્યારે મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતા બાળકોએ ઘરમાં રહીને જ ક્રિસમસના પર્વની ઉજવણી કરી હતી.

ગઈકાલે તા. 25ના રોજ પ્રભુ ઈસુનો જન્મદિવસ એટલે કે ક્રિસમસનો તહેવાર હતો. ત્યારે મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા પલક અશ્વિનભાઈ બરાસરા, મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરા, કાવ્યા ઘનશ્યામભાઈ, ઉત્તમ દીપકભાઈ તથા પ્રણવ દીપકભાઈ બરાસરાએ તેમના ઘરમાં જ ક્રિસમસ ટ્રીને શણગારી ક્રિસમસની ઉજવણી કરી હતી.

- text

- text