સૌરાષ્ટ્ર સંભાગ બેઠકમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો રજૂ કરતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

- text


મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સૌરાષ્ટ્ર સંભાગ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મુખ્ય પાંચ હોદ્દેદારોની હાજરીમાં ઘનશ્યામભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રતુભાઈ ગોળ, મહામંત્રી કુલદીપસિંહ પ્રાંત અધ્યક્ષ વગેરેની ઉપસ્થિતમાં શિક્ષકોના નીચે મુજબના પ્રશ્નોના ઉકેલ માટે રજુઆતો કરી ચર્ચા કરવામાં આવી હતી. અને દિનેશભાઈ વડસોલા-અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા-મહામંત્રી, હિતેશભાઈ પાંચોટીયા-સંગઠન મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સી.-કાર્યાધ્યક્ષ, હિતેશભાઈ પાંચોટીયા-પ્રચાર મંત્રી, સંદીપભાઈ લોરીયા-અધ્યક્ષ મોરબી તાલુકો, અશોકભાઈ સતાસીયા-અધ્યક્ષ વાંકાનેર તાલુકો વગેરેએ આવેદન અર્પણ કરેલ હતું.

(૧) મોરબી જિલ્લાના જીપીએફ ના ખાતા મોરબી જિલ્લામાં ખોલાવવા બાબત
(૨) ઉ.પ.ધો.ઓનલાઈન મંજુર કરવા બાબત
(૩) સી.પી.એડ.બી.પી.એડ. શિક્ષકોને ઉચ્ચ પ્રાઇમરીમાં સમાવવા બાબત
(૪) જિલ્લા શિક્ષણ સમિતિ તાલુકા પંચાયત શિક્ષણ સમિતિમાં કારકુનની નિમણુંક કરાવી તાલુકા જિલ્લામાં કામ કરતા શિક્ષકોને મુક્ત કરાવવા બાબત
(૫) શિક્ષકોના દર વર્ષે નિયમિત (ખાનગી અહેવાલ)સી.આર. ભરવા બાબત

(૬) શાળાઓ મર્જ થતાં ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ ના સેટઅપ સુધારો કરી 31.08.2020 ની સ્થિતિના બદલે કેમ્પની સ્થિતિએ ગણવા બાબત.
(૭) HTAT આચાર્યના આર.આર. બનાવવા બાબત અને ઓપી કેમ્પ રદ કરવા અંગે
(૮) શિક્ષકોના મેડિકલ બિલો સમયમર્યાદામાં મંજુર કરવા બાબત.
(૯) કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી કલાસ – 2ની સ્પર્ધાત્મક,અને ખાતાકીય પરીક્ષામાં લાયકાત ધરાવતા શિક્ષકો એચ.ટા.ટ. આચાર્યોને બેસવા દેવા અને ભરતી માટે યોગ્ય ગણવા બાબત.
(૧૦) સી.આર.સી. બી.આર.સી. ભરતીમાં ધો.6 થી 8 માં કામ કરતા ગણિત વિજ્ઞાન શિક્ષકો અને એચ.ટા.ટ. આચાર્યોને છૂટ આપવી જોઈએ.

- text

(૧૧) નાણાંકીય વપરાશના ઔચિત્યના સિદ્ધાંતોમાં સુધારો કરી એસ.એસ.એ.દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ત્રણ ભાવની પ્રક્રિયામાં સુધારો કરી રૂ. 2000/-ની ખરીદીના બદલે રૂ.5000/-ની ખરીદી પર જ ત્રણ ભાવ લેવા જોઈએ અને અનેક વસ્તુના રૂ.5000/- ની ખરીદીના બદલે એક જ વસ્તુના ત્રણ ભાવ હોવા જોઈએ.
(૧૨) ઓનલાઈન કામગીરીમાં અને ઓનલાઈન તાલીમમાં વપરાતી જુદી જુદી એપના બદલે એક જ એપ જ હોવી જોઈએ.
(૧૩) તમામ પ્રકારના બદલી કેમ્પ બાબતના વખતોવખત અનેક સુધારા થયેલા હોય એ તમામ સુધારાને સામેલ કરી ઉદાહરણ સાથે યોગ્ય અર્થઘટન કરતો પરિપત્ર બહાર પાડવો જોઈએ જેથી સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે,
(૧૪) SPL ખાસ રજા બાબતનો પ્રશ્ન હલ કરવો
(૧૫) સાતમા પગાર પંચ મુજબ તમામ ભથ્થાઓ આપવા.
(૧૬) વિકલ્પ લીધેલ શિક્ષકોની શાળામાં દાખલ તારીખથી સિનિયોરિટી ગણવા બાબત,
(૧૭) જૂની પેન્શન યોજના ચાલુ કરવી

- text