મોરબીમાં ભૂલી પડેલી માનસિક બીમાર યુવતીનું પરિવારજનો સાથે પુન: મિલન કરાવતી 181ની ટીમ

- text


મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા ભુજની એક માનસિક બીમાર યુવતી ભૂલી પડી ગઈ હતી. આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. આ સંસ્થાએ યુવતીનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કરીને આજે તેના પરિવારજનોને સોંપી દીધી હતી. આ સંસ્થાની સરાહનીય કામગીરીથી યુવતીની જિંદગી રોળાતા બચી હતી.

મોરબી 181 અભયમની ટીમને એક ભુલી પડી ગયેલી માનસીક બિમાર 22 વર્ષીય યુવતી મળી આવી હતી. આ યુવતીને સખી વન સ્ટૉપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. બાદમાં આ સંસ્થાએ માનસિક બીમાર યુવતીનુ સતત કાઉન્સેલિંગ કર્યુ હતું. તેથી, જાણવા મળ્યું હતું કે તે યુવતી કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના મોટા વરનોરા ગામની છે. તેના પરીવારની શોધખોળ કરી તો માલુમ પડ્યું કે તેના પરીવારમાં તેના માતા-પિતા નથી. તેણીની તેના માસીના ઘરે નાનપણથી રહે છે. અને તેની માનસીક સ્થીતી સારી ન હોવાથી તેના ઘરેથી નિકળી ગયા બાદ અહીં ભૂલી પડી હતી. આ વિગતો ધ્યાનમાં આવતા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્રારા તે યુવતીના પરીવારનો સંપર્ક કરી તેઓને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવી એ યુવતીને તેના પરિવારજનોને સોંપી હતી. જો કે વન સ્ટૉપ સેન્ટરમાં યુવતીને ૬ દીવસ રાખી તમામ જરુરી સેવાઓ પુરી પાડીને તેણીને પરીવાર જેવી હુંફ આપી હતી.

- text

- text