MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૩૧૩ અને ચાંદીમાં રૂ.૪,૭૩૭નો સાપ્તાહિક ઉછાળો

- text


કપાસ, કોટનમાં તેજીનો માહોલ: સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: ક્રૂડ તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિ
બુલડેક્સ ફ્યુચર્સમાં ૭૨૭ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩૨૮ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૧થી ૧૭ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો રહ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૩૧૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪,૭૩૭ સાપ્તાહિક ધોરણે ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૨૯૦ વધ્યા હતા. કપાસ પણ રૂ.૧૮.૫૦ જેટલું વધ્યું હતું. સીપીઓ અને મેન્થા તેલ સુધરીને બંધ થયા હતા.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ડિસેમ્બર વાયદો ૧૫,૨૩૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૭૪૫ અને નીચામાં ૧૫,૦૧૮ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૭૨૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૬૪ પોઈન્ટ (૩.૭૨ ટકા) વધી ૧૫,૭૨૨ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૭૯૪ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૩,૯૪૪ અને નીચામાં ૧૩,૬૧૬ બોલાઈ, સપ્તાહ દરમિયાન ૩૨૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૬ પોઈન્ટ (૦.૨૬ ટકા) વધીને ૧૩,૮૭૮ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૧૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૬૪૨ અને નીચામાં રૂ.૪૮,૬૦૨ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૩૧૩ (૨.૬૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૫૦,૩૯૦ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૪૦૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૬૫ (૨.૪૫ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૦,૩૭૧ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૯૩૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૯ (૨.૨૧ ટકા) વધી બંધમાં રૂ.૫,૦૩૬ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૧૦૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૦,૪૨૫ અને નીચામાં રૂ.૪૮,૬૫૯ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૧૮૨ (૨.૪૧ ટકા) વધી બંધમાં રૂ.૫૦,૨૬૩ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૩,૪૫૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૮,૩૯૮ અને નીચામાં રૂ.૬૨,૭૦૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪,૭૩૭ (૭.૪૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૮,૨૬૭ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૩,૫૬૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૬૬૪ (૭.૩૪ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૮,૧૯૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૩,૬૧૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪,૬૫૨ (૭.૩૨ ટકા) ઊછળી બંધમાં રૂ.૬૮,૧૮૩ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૦૩.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૭૦ (૦.૭૮ ટકા) વધી રૂ.૬૧૦.૯૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૨૯૨.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૬૦ (૦.૫૧ ટકા) વધી બંધમાં રૂ.૧,૩૦૯.૪૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૬૬.૫૫ ખૂલી, સપ્તાહના અંતે ૧૦ પૈસા (૦.૦૬ ટકા) ઘટી રૂ.૧૬૬.૫૦ના સ્તરે રહ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.૧૬૧.૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૯૫ (૧.૨૧ ટકા) ઘટી રૂ.૧૫૯.૭૦ અને જસતનો ડિસેમ્બર વાયદો રૂ.૨૨૧.૮૦ ખૂલી, સપ્તાહના અંતે ૩૦ પૈસા (૦.૧૪ ટકા) ઘટી રૂ.૨૨૧.૯૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૪૫૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૫૭૨ અને નીચામાં રૂ.૩,૩૬૮ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૭૦ (૨.૦૧ ટકા) વધી બંધમાં રૂ.૩,૫૪૭ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૯.૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૪૦ (૧.૭૮ ટકા) વધી રૂ.૧૯૩.૯૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૯૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૮.૫૦ (૧.૫૫ ટકા) વધી રૂ.૧,૨૦૮.૫૦ના સ્તરે બંધ થયો હતો. રૂ (કોટન)નો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૨૮૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૫૩૦ અને નીચામાં રૂ.૨૦,૦૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૨૯૦ (૧.૪૪ ટકા)ના ઉછાળા સાથે રૂ.૨૦,૪૭૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ડિસેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૧૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૯૨૯.૭૦ અને નીચામાં રૂ.૯૦૫ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૩.૧૦ (૧.૪૩ ટકા) વધી રૂ.૯૨૭.૨૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૯.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૦.૧૦ (૫.૩૧ ટકા)ના ઉછાળા સાથે રૂ.૯૯૪.૪૦ના ભાવે બંધ થયો હતો.

- text