મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે શિક્ષક દ્વારા વિનામૂલ્યે કોમર્સના ઓનલાઈન કલાસનું આયોજન

- text


ધો. 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને સ્ટેટ વિષયના ડિજિટલ લાઈવ કલાસ 25મીથી શરુ થશે

મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શિક્ષક દ્વારા વિનામૂલ્યે કોમર્સના ઓનલાઈન કલાસનું આયોજન કરવામાં આવ્યું છે.

સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના મોરડીયા સર દ્વારા ધો.-11 અને 12 કોમર્સના એકાઉન્ટ અને સ્ટેટ (આંકડાશાસ્ત્ર) વિષય અંગે તૈયાર કરાયેલી અનોખી ટેકનોલોજી દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાઈવ કલાસ દ્વારા વિનામુલ્યે અભ્યાસ કરવામાં આવ્યું છે. આ કલાસ તા. 25-12-2020થી શરૂ થશે. જેનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન તા. 20-12-2020 સુધીમાં કરાવાનું રહેશે. વધુ માહિતી માટે સંપર્ક એ. એ. મોરડીયા મો.નં. 98795 56781નો સંપર્ક કરવાનું રહેશે. તેમ યાદીમાં જણાવેલ છે.
https://forms.gle/bS2FSqz9BmrpVL6s7

- text

- text