નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવાગામમાં 165 લી. દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 9ના રોજ નવાગામમાં ચોરા પાસે જુમ્મા હૈદરભાઈ જેડાએ કાર નં જી-જે-૦૧-એચ-એમ-૪૯૧૩મા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકામા 80 કોથળીઓમા દેશી દારૂ લી. 165 (કિ.રૂ. 3300)નો ભરી રાખેલ હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ. 33,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરનાર આરોપી જુમ્મા રેઈડ દરમ્યાન હાજર ન હતો. આથી, હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

- text