મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં વાવડી રોડ પર રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 55 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 9ના રોજ મોરબીના વાવડી રોડ પર સુમતીનાથ સોસાયટીમાં હરેશભાઇ ઉર્ફે હરી જલાભાઇ દેવસૂર (ઉ.વ. 23)ના મકાનમાંથી વ્હીસ્કીની 55 બોટલો ગેરકાયદેસર રીતે રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. તેમજ આરોપી હરેશ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text