મોરબી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર : નવા હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી જિલ્લાના દરેક તાલુકામાંથી હોદેદારોની પસંદગી કરાઈ

મોરબી : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોવડી મંડળ સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ ચર્ચા-વિચારણા કરી મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. આમ, આજે મોરબી જિલ્લા ભાજપનું નવું માળખું તૈયાર થઇ ગયેલ છે. આ માળખામાં કુલ 22 લોકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં 7 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ મોરબી શહેરમાંથી 8, મોરબી ગ્રામ્યમાંથી 3, વાંકાનેર શહેરમાંથી 1, વાંકાનેર ગ્રામ્યમાથી 3, હળવદ શહેરમાંથી 2, ટંકારા ગ્રામ્યમાંથી 2 તથા માળીયા ગ્રામ્યમાથી 3 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા ભાજપમાં પ્રમુખ તરીકે દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા (મોરબી ગ્રામ્ય) ફરજ નિભાવી રહ્યા છે. તેમજ ઉપપ્રમુખ તરીકે કે. એસ. અમૃતિયા (મોરબી ગ્રામ્ય), હરેશભાઈ શીવલાલભાઈ ઘોડાસરા (ટંકારા ગ્રામ્ય), જીતેન્દ્રભાઈ કાંતિલાલ સોમાણી (વાંકાનેર શહેર), ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા (વાંકાનેર ગ્રામ્ય), હસમુખરાય વિજયશંકરભાઈ પંડયા (મોરબી શહેર), હંસાબેન જેઠાભાઈ પારેઘી (મોરબી ગ્રામ્ય), લાભુબેન જીવણભાઈ ચાવડા (માળીયા ગ્રામ્ય), તથા કાજલબેન કિશોરભાઈ ચંડીભમર (મોરબી શહેર)ની પદભાર સોંપવામાં આવ્યો છે.

- text

આ ઉપરાંત, મહામંત્રી તરીકે રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી (હળવદ શહેર), જેસંગભાઈ (બાબુભાઈ) મુળુભાઈ હુંબલ (માળીયા ગ્રામ્ય) તથા જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (મોરબી શહેર)ની નિમણુંક કરવામાં આવી છે. તેમજ મંત્રી તરીકે જયુભા ઉદેસિંહ જાડેજા (માળીયા ગ્રામ્ય), નિર્મળભાઈ સામતભાઈ જારીયા (મોરબી શહેર), ગોવિંદભાઈ સવાભાઈ દેસાઈ (વાંકાનેર ગ્રામ્ય), રસીકભાઈ પ્રેમજીભાઈ વોરા (વાંકાનેર ગ્રામ્ય), જશુબેન શાંતિલાલ પટેલ (હળવદ શહેર), દેવિકાબેન દિપકભાઈ મહેતા (મોરબી શહેર), પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા (ટંકારા ગ્રામ્ય) તથા ભાવિનીબેન દિલીપભાઈ ડાભી (મોરબી શહેર)ને પદ આપવામાં આવ્યું છે. વધુમાં, ધર્મેન્દ્રભાઈ એન. કંઝારીયા (મોરબી શહેર)ની કોષાધ્યક્ષ તરીકે તથા દામોદરભાઈ મગનલાલ પટેલ (મોરબી શહેર)ની કાર્યાલય મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- text