મોરબી જિલ્લામાં 30 હજારથી વધુ લોકોએ માસ્ક નહીં પહેરવાનો 1.35 કરોડનો દંડ ભર્યો

- text


તોતિંગ દંડ છતાં હજુ મોટાભાગના લોકો માસ્ક વગર ફરી રહ્યા છે

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. આ સંક્રમણની ચેઇન તોડવા સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર જ ઉપાય હોવા છતાં લોકો હજુ પણ માસ્ક પહેરવામાં માનતા નથી. અને ઠેર-ઠેર ખુલ્લા મોં રાખી જાહેરમાં ફરીને કોરોનાના સુપર સ્પ્રેડર બની રહ્યા છે. મોરબી જિલ્લામાં પોલીસે આવા તત્વોને પાઠ ભણાવવા તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે.

કોરોના કાળ દરમિયાન તંત્રએ જિલ્લાભરમાં માસ્ક વિના ફરતા 30,288 લોકોને પકડી પાડયા હતા. અને તેમની પાસેથી રૂ. 1,35,51,900નો તોતિંગ દંડ વસુલ કર્યો હતો. જે રીતે મોરબી જિલ્લામાં આટલા બધા લોકો માસ્ક વિના પકડાયા છે. તે જોતા તો સ્પષ્ટ છે કે લોકોને હજુ કોરોના સંક્રમણની ગંભીરતા નથી. જેનો ભોગ અન્ય લોકો તો બને છે પણ તેનો જ પરિવાર અને મિત્રવર્તુળ પણ કોરોના પોઝિટિવ થાય તેવી શક્યતા વધી જાય છે.

- text

મોરબીમાં પ્રાંત કચેરી પણ રૂ. 46 હજાર વસુલ કર્યા

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને કાબુમાં રાખવા હાલ માસ્ક એક જ વેકસીન છે. તે સત્ય જાણવા છતાં લોકો હજુ સુધી તેની ગંભીરતા સમજતા નથી. જેથી, ખુલ્લામાં માસ્ક વિના ફરતા લોકો તેમજ પોતાની દુકાન કે ઓફિસમાં લોકોને માસ્ક વિના પ્રવેશ કરવા દેતા વેપારીઓએ પર પણ મોરબી પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં સિટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદારની આગેવાનીમાં 5 ટીમ બનાવી ચેકીંગ કામગીરી કરી હતી. અને માત્ર 2 દિવસમાં 46 લોકોને માસ્ક વિના ઝડપી રૂ. 46 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text