માળીયા-હળવદ રોડ પર વ્હીસ્કીની બોટલો સાથે રીક્ષાચાલક ઝડપાયો

- text


માળીયા (મી.) : માળીયા-હળવદ રોડ પર વ્હીસ્કીની બોટલો સાથે રીક્ષાચાલક ઝડપાયો છે. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 8ના રોજ માળીયા-હળવદ રોડ પર કાસ્વા સીરામીક સામે સબીર ઉર્ફે સબો રહેમાનભાઇ જામએ સી.એન.જી. રીક્ષામા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 2 (કી.રૂ. 600) રાખેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો તથા રીક્ષા મળી કુલ રૂ. 20,600નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી સબીરની અટકાયત કરી છે.

- text