મોરબીના વનાળીયા ગામે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વનાળીયા ગામે જુગાર રમતા પાંચને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા. ૮ ના રોજ મોરબી તાલુકાના વનાળીયા ગામમા આવેલ નિશાળ પાસે આવેલ જાહેર ચોકમા ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રામજીભાઇ ખેંગારભાઇ વાઘેલા, મામદભાઇ હસનભાઇ સુમરા, મુસ્તાકભાઇ આદમભાઇ સુમરા, ઓસ્માણભાઇ આદમભાઇ લુઢર અને કાસમભાઇ સુલેમાનભાઇ સુથાને રોકડા રૂ.૪૪૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text