મોરબી : કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

- text


એ.પી.એમ.સી.તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની સૂચના અપાઈ

મોરબી : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સોરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી10 થી 12 ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની અગાહીને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને એ.પી.એમ.સી.તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

- text

રાજ્યમાં હમણાંથી હવામાનમાં પ્રતિકૂળ અસર સર્જાઈ છે. જેમાં દિવાળી બાદ થોડું ઠંડીનું જોર વધ્યું હતું. પણ હમણાંથી મોસમે અચાનક કરવટ બદલી છે. જેથી, દિવસભર ગરમીનું વાતાવરણ સર્જાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં પલ્ટો આવી શકે એમ છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી આગામી 10 થી 12 ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જેના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. અધિક કલેકટર કેતન જોશીએ આ સંભવિત કમોસમી વરસાદને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે અને જિલ્લા પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. જેમાં જિલ્લાના એ.પી.એમ.સી.તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને સંભવિત વરસાદથી નુકશાન ન થાય તે માટે અત્યારથી આગોતરી વ્યવસ્થા કરી જરૂરી તકેદારીના પગલાં લેવાની સૂચના આપી છે.

- text