માળિયાના સરવડમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

- text


 

રોકડ રૂ. 13,760 સહિતનો મૂદામાલ જપ્ત

માળિયા : માળીયા મિયાણા તાલુકા પોલીસના પી.એસ.આઈ. એન. એચ. ચુડાસમાં અને સ્ટાફના વી.કે ફુલતરિયા, સહદેવસિંહ જાડેજા, ભગિરથસિંહ ઝાલા અને શૈલેષભાઈ આર. હેણ સહિતના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માળિયા તાલુકાના સરવડ ગામમાં રામાપીર મંદિર ચોકમાં જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કાંતિ વાલજીભાઈ વિરમગામા,રાજેશ વાલજીભાઈ સરડવા,જયંતિ દુદાભાઈ મૂછડીયા અમૃતલાલ વાલજીભાઈ ચીખલિયાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 13,760 રોકડ અને જુગાર સાહિત્ય જપ્ત કરી હતી. આ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text