મોરબી : નરસંગ ટેકરીથી અવની ચોકડીના રસ્તા પર ગાબડું, ટ્રક ફસાયો

- text


 

મોરબી : મોરબીમાં બે વર્ષ પૂર્વે જ બનેલા એક રોડ ઉપર ગાબડું પડતા ટ્રક ફસાયો હોવાની ઘટના સામે આવી છે. વધુમાં આ રોડ ઉપર હાલ વાહનોનો ટ્રાફિક રહેતો હોવા છતાં સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાની સ્થાનિકો રાવ કરી રહ્યા છે.

- text

મોરબીમાં રવાપર રોડનું કામ ચાલી રહ્યું હોય વાહનો નરસંગ ટેકરીથી અવની ચોકડી તરફનો રસ્તા ડાયવર્ટ થઈ રહ્યા છે. આ રસ્તામાં આજે રાતના સમયે ગાબડું પડતા એક ટ્રક ફસાયો હતો. જો કે આ રોડ માત્ર બે વર્ષ પૂર્વે જ બન્યો હતો. છતાં તેની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકોએ એવી પણ રાવ કરી રહ્યા છે કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ બંધ પડી છે.

- text