વેરાવળ-તિરૂવનંતપુરમ સાપ્તાહિક ટ્રેન ડિસેમ્બર માસ દરમિયાન રહેશે બંધ

- text


મોરબી : વેરાવળ – તિરૂવનંતપુરમ સાપ્તાહિક ટ્રેન ડિસેમ્બર માસ દરમિયાન બંધ રહેશે. રેલવેએ જાહેર કરેલી માહિતી અનુસાર વેરાવળ સ્ટેશન ખાતે પીટ લાઇન કામગીરીને કારણે ટ્રેન નં. 06333 વેરાવળ- તિરૂવનંતપુરમ સાપ્તાહિક ટ્રેન ડિસેમ્બર મહિનામાં તા.10, 17, 24 અને 31ના રોજ બંધ રહેશે. આવી જ રીતે ટ્રેન નં. 06334 તિરૂવનંતપુરમ- વેરાવળ સાપ્તાહિક ટ્રેન ડિસેમ્બર મહિનામાં તા.7,14,21 અને 28ના રોજ બંધ રહેશે.

- text