મોરબી સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનો પૂરતા છે, પણ આગ બુઝાવવા માટે પાણીનો ટાંકો જ ખાલી!

- text


ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્વારા સિવિલના કર્મચારીઓને તાલીમ આપતી વખતે ભોપાળુ છતું થયું

મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ મોરબીમાં તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં આગ લાગે તો કેવી રીતે બુઝાવવી તે અંગે પાલિકાના ફાયર બ્રિગ્રેડના જવાનો દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. જો કે સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનો તો પૂરતા છે. પણ આગ બુઝાવવા માટેનો પાણીનો ટાંકો જ ખાલી હોવાનું ભોપાળુ છતું થયું હતું. આમ, આગ લાગે તો કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ સામે આવી હતી.

રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે થોડા સમય પહેલા મોરબીની સરકારી અને ખાનગી સહિત તમામ કોવિડ હોસ્પિટલમાં સંબધિત તંત્ર દ્વારા ફાયરના સઘનો પૂરતા છે કે કેમ તે અંગે સઘન તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કોવિડ હોસ્પિટલમાં કદાચ આગ લાગે તો કેવી રીતે બુઝાવવી તે સહિતની ટ્રેનિંગ આપવા માટે મોરબી પાલિકાના ફાયર બ્રિગ્રેડ વિભાગના જવાનો સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી શિવમ હોસ્પિટલમાં ગયા હતા.

- text

આજે આ ફાયર બ્રિગ્રેડ વિભાગના જવાનોએ મોરબી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને ફાયરના સાઘનોનો આગ સમયે કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે સઘન તાલીમ આપી રહ્યા હતા. ત્યારે આગ બુઝાવવા માટે પાણી ચાલુ કર્યું હતું. પણ જે ટાંકામાં પાણી હોવું જોઈએ એના બદલે પાણીનો ટાંકો જ ખાલી હતો. મોરબી સિવિલ હોસ્પિટલમાં ફાયરના સાધનો પૂરતા છે. પણ કદાચ આગ લાગે અને ઉપર ટાંકામાં પાણી ન હોય તો કેવી આપત્તિ સર્જાય તેની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. આમ, અણીના સમયે આગ લાગે ત્યારે પાણી માટે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે.

ટાંકીમાં પાઇપ ફિટિંગ કામગીરી ચાલુ હોવાથી પાણી ન હતું : ફાયર વિભાગના ઓફિસર હિતેશ દવે

આ અંગે ફાયર વિભાગના ઓફિસર હિતેશ દવેએ જણાવ્યું હતું કે “ફાયર ડ્રિલ દરમિયાન અમે સ્ટાફને ફાયર એકઝક્યુટિગ્યુસર અને અન્ય સાધનો ચલાવવા તાલીમ આપી હતી. સિવિલ હોસ્પિટલમાં જે ફાયર આગ બુઝાવવા ટાંકી મુકવામાં આવી છે ત્યાં પાઇપ ફિટિંગ કામગીરી ચાલુ હોવાથી પાણી ન હતું. હાલ તેઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરી પાણી ભરી રાખવા સૂચના આપી હતી.”

- text