હળવદમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ પાંચ શખ્સો ઝડપાયા

- text


હળવદ : ગઈકાલે તા. 25ના રોજ હળવદમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં રેલ્વેના પાટા પાસે બાવળ નીચે સોમા ઉફે ગલો છગનભાઈ રાઠોડ જુદા જુદા ગ્રાહકો પાસેથી વર્લી ફિચરના આંકડાઓ લખી તેની અવેજમાં પૈસા મેળવી નસીબ આધારીત વર્લી ફિચરના આંકડાઓનો જુગાર રમી રમાડી તેની કપાત અજયગીરી નથુગીરી ગૌસ્વામી તથા પ્રકાશગીરી નવલગીરી ગોસાઈ પાસે કરાવતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેઈડ દરમ્યાન ત્રણેય ઈસમોના કબ્જામાંથી વર્લી ફિચરના સાહિત્ય આંકડાઓ લખેલ ચિટ્ટી નં. 30, એક નોટબુક તથા એક બોલપેન, રોકડ રૂ. 4050 તથા મોબાઈલ નંગ 3 (કિ.રૂ. 4000) ગણી કુલ કિ.રૂ. 8050નો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત, હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ તરફ જવાના રસ્તે ખુણામાં ચલણી નોટોના નંબર ઉપર રૂપીયાની હાર જીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા કમલેશભાઇ રામજીભાઇ ઉકેડીયા અને અનવરભાઇ મોહમદભાઇ ફકીરને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડ રૂ. 760નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

- text