આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસ : સંવિધાન અંતઃતહ સારું સાબિત થશે, જો તેને અમલમાં લાવનારા સારા હશે

- text


બંધારણ વિશે સમતા ફાઉન્ડેશન અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યે રજૂ કર્યા વિચારો

સંવિધાન કેટલુ પણ સારું કેમ ના હોય એ અંતઃતહ ખરાબ સાબિત થશે જો એને અમલ માં લાવવા વાળા લોકો ખરાબ હશે,
અને સંવિધાન કેટલું પણ ખરાબ કેમ ના હોય એ અંતઃતહ સારું સાબિત થશે જો એને અમલ માં લાવનારા લોકો સારા હશે….

૨૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ મળેલ સંવિધાન સભામાં કહેલા આ ઐતિહાસિક શબ્દો હતા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરજીના,

દેશ માટે એ દિવસ એક નવા સૂર્ય ના ઉદય સમાન હતો કારણ કે આપણા દેશનું પોતાનું સંવિધાન પસાર થવા જઈ રહ્યું હતું. આઝાદ થયેલ આપણા દેશની કાનૂન વ્યવસ્થા, દેશની અખંડિતતા અને એકતાને જાળવી રાખી શકાય, તેને કોઈ નુકસાન ન પહોંચે તે માટે લેખિત સંવિધાનની રચના કરવામાં આવી હતી. તારીખ ૨૬નવેમ્બર ૧૯૪૯ ના રોજ સંવિધાનસભા માં દેશ નું નવું સંવિધાન પસાર કરવા માં આવ્યું હતું.

૨વર્ષ ૧૧માસ ૧૮દિવસ દરમ્યાન કુલ ૧૧૪ બેઠકો મળી ત્યારે વિશ્વ ના તમામ લોકતાંત્રિક દેશો ના સંવિધાન કરતા સૌથી મોટું માનવ લેખિત સંવિધાન આકાર પામ્યું ત્યારે સંવિધાન માં કુલ ૩૯૫ અનુચ્છેદ, ૮અનુસૂચિ અને કુલ ૨૨ ભાગોમાં વિભાજીત હતું. હાલ સમયાંતરે થયેલા સુધારા મુજબ કુલ ૪૬૫ અનુચ્છેદ, ૧૨ અનુસૂચિ અને ૨૫ ભાગ માં વિભાજીત થયેલ છે.

- text

હજારો જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, પંથો, પરંપરાઓમાં વહેંચાયેલા આ દેશને અત્યાર સુધી એક તાંતણે જોડી રાખવાનું ખુબજ કઠિન કામ સંવિધાન થકીજ શક્ય બન્યું. આપણા સંવિધાન માં દેશ ના તમામ પ્રકાર ના સાંપ્રદાયિક પાસાઓ નો સમાવેશ કરવા માં આવ્યો છે.

ભારતના બંધારણમાં નાગરિકોના હક્કો ઉપરાંત નાગરિકોની ચોક્કસ ફરજો પણ છે. જેમ કે, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, સંવિધાનને વફદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની.

ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. આવી મૂળભૂત ફ્રજોની પણ વિસ્તૃત યાદી બંધારણમાં આપવામાં આવી છે.

મારા મતે તો ભારતીય સંવિધાન એક પવિત્ર ગ્રંથ છે. જેમાં માનવ મૂલ્યો, માનવ ગરીમાં, રાષ્ટ્રભાવના એ બધુજ છે. ભલા આનાથી સુંદર ગ્રંથ બીજો કયો હોય શકે…!!!

સંવિધાન દિવસ ની આપ સૌને શુભકામનો !

-દિલીપ દલસાનિયા
યંગ ઇન્ડિયા ગ્રુપ
સમતા ફોઉન્ડેશન

- text