ટંકારાના ત્રણ ગામોની સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની બિન હરીફ વરણી

- text


સહકારી ક્ષેત્રે ખેડુતોને સહયોગી બનાવવા શપથ લીધા

ટંકારા : ટંકારાના જબલપુર સ્થિત હિરાપર કલ્યાણપર અને જબલપુરના ગામના ખેડૂતોની સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કલ્યાણપર ગામના યુવા અગ્રણી તાલુકા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા સુરેશભાઈ ધરમશીભાઈ સવસાણી અને ઉપપ્રમુખ તરીકે જબલપુરના ગોવિંદભાઈ વશરામભાઈ કામરીયાની બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ તકે આગેવાનો કલ્યાણપરના સરપંચ દિનેશભાઈ વાધરીયા સહિતનાએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. આ અગ્રણીઓએ સહકારી ક્ષેત્રે ખેડુતોને સહયોગી બનાવવા શપથ લીધા હતા.

- text

- text