સુરજબારી પુલ નજીક ચાલકને ઝોકું આવી જતા ટ્રેલર પલ્ટી મારી ગયું

- text


માળીયા 108ની ટીમે ટ્રેલરચાલકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપી, સદનસીબે જાનહાનિ ટળી

માળીયા (મી.) : મોરબીથી સીરામીક મિટિરિયલ ભરીને જીજે-12-એડબ્લ્યુ-0867 નમ્બરનો ટ્રેલર વહેલી સવારે મુન્દ્રા તરફ જતા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે 27 પર માળીયાના હરિપર પાટિયાથી સુરજબારી પુલ વચ્ચે ડ્રાઇવરને ઝોકું આવી જતા ટ્રેલર ડિવાઇડર પર ચઢી ગયો હતો અને ત્યાં જ પાછો પલ્ટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

- text

આ અકસ્માતમાં ટ્રક ચાલક છેલુંસિંગ લક્ષ્મણ સિંગને ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ થતાં માળીયા 108ની ટીમના પાઇલોટ હનીફભાઈ અને ઇએમટી દીપેશભાઈ વહેલી સવારે નેશનલ હાઇવે પર અકસ્માતને કારણે થયેલા ટ્રાફિકજામ વચ્ચે પણ વહેલી તકે દોડી ગયા હતા. અને ટ્રેલરચાલકને માળીયા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text