મોરબી કેટરર્સ એસોસિયેશનને પણ પ્રસંગોને લઈને નિયમો જાહેર કર્યા

- text


મોરબી કેટરીંગ એસો.એ જાહેર કર્યા નિયમો, કેટરર્સએ અને પ્રસંગો યોજનારે જાણવા જરૂરી

મોરબી : મોરબી કેટરીંગ એસોસીએશન દ્વારા જણાવાયું છે કે કેટરીંગના વ્યવસાય માટે કોરોના કાળમાં મુશ્કેલીનો સમય કોઈપણ રીતે પૂરો થઈ રહ્યો હોય એવું જણાતું નથી. પ્રશાસન અને પોલીસ આ બાબતે કોઈપણ રાહત આપવા માંગતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને લેતા એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી નીચે મુજબ જરૂરી પગલાઓ લેવાની જરૂર ઉભી થયેલ છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ગુજરાત સરકાર દ્વારા જે તાત્કાલીક ધોરણે જાહેરનામું બહાર પડાયું છે, તે સંદર્ભે જયાં સુધી રાત્રી કર્ફયુ તેમજ કોવિડ–19ની પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી નિયમોનું અમલ કરવાનું રહેશે. તેમ એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ લખતરીયા, ઉપપ્રમુખ દિનેશભાઇ પટેલ, સેક્રેટરી રાજેશભાઈ આડેસરા, ટ્રેઝરર જયેશભાઇ મકવાણા, મંત્રી કમલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કંઝારિયા, સભ્યો સંજયભાઈ શેઠ, હિતેષભાઇ પટેલ, ધીરુભાઈ પરમાર, શાંતિલાલ ડાભીની યાદીમાં જણાવાયું છે.

સમય મર્યાદા :

1. બ્રેકફાસ્ટ સવારે 8થી 9 કલાક સુધી, લંચ બપોરે 11 થી 2 કલાક સુધી તથા ડીનર સાંજના 5-30થી 7 કલાક સુધીનો જ રહેશે, જેનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

- text

2. અન્ય કોઈપણ વધારાના સમયની પાર્ટીની રજુઆત હશે તો તેના માટે કેટરર્સ પર વધારાના થતા ભારણ માટે 30% રકમ અલગથી ચુકવવાની રહેશે. તેમજ સ્ટાફ માટે રાત્રી રોકાણની સંપૂર્ણ વ્યવસ્થા પ્રસંગના જ સ્થળ પર પાર્ટી દ્વારા કરી આપવાની રહેશે.

પેમેન્ટ કંડીશન્સ :

1. કેટરિંગ માટેની તારીખ બુકીંગ સાથે 100% રકમ એડવાન્સ લેવાની રહેશે.

2. કોઈપણ સંજોગોમાં પ્રસંગની તારીખથી 5 દિવસ પહેલા ફંકશન પાર્ટી દ્વારા અથવા સરકારી ગાઈડ લાઈનના કારણે રદ કરવાની જરૂરીયાત ઉભી થયે ડિપોઝિટની 50% રકમ પાર્ટીએ ફરજીયાતપણે જતી કરવાની રહેશે અને 5 દિવસની અંદર ફંકશન કેન્સલ થવાથી પુરેપુરી રકમ પાર્ટી દ્વારા જતી કરવાની રહેશે. જે રકમ આગળની કોઈપણ તારીખ અથવા તો પ્રસંગમાં કોઈપણ સંજોગોમાં જમા આપવામાં આવશે નહીં.

સુચનો :

1. સેનેટાઈઝર તેમજ માસ્કની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.

2. હાલ સરકારના નિયમ મુજબ સંખ્યાનું પાલન કરવાનું રહેશે. તેમ છતાં કલેકટરએ બહાર પાડેલ આવેદન પત્રમાં જો કોઈ ફેરફાર હોય તો એ મુજબ જ પ્રસંગ કરવામાં આવશે.

3. કોઈપણ સંજોગોમાં કેટરીંગ સ્થળ પર ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનો ભંગ થયે કંઈપણ કાયદાકીય કાર્યવાહી થયાની સંપૂર્ણ જવાબદારી જેને ત્યાં પ્રસંગ છે તેમની રહેશે.

4. જરૂરી તમામ પ્રકારની પરવાનગી લેવાની જવાબદારી પણ પ્રસંગ યોજનારની રહેશે.

- text