મોરબી : પર્યાવરણ પરિવાર દ્વારા પક્ષીઓના આશ્રયસ્થાનોમાં ચણ અને પાણીના પરબ મુકાયા

- text


મોરબી : હાલના સમયમા વધતા જતા આધુનિકીકરણ અને ઔધોગિકકરણને કારણે પંખીઓની સંખ્યા દિવસે-દિવસે ઘટતી જાય છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ પક્ષીઓને બચાવવા માટે તેનું કાળજી પૃવક જતન કરી રહ્યા છે. આ માટે જ્યાં જ્યાં પંખીઓ વસવાટ કરે છે તેવી જગ્યાએ, મંદિર, જ્યાં વધુ વૃક્ષો હોય તેવી જગ્યાએ પર્યાવરણ પરિવાર દ્વારા પંખીઓ માટે પાણીના પરબ અને ચણ મૂકવામા આવ્યા હતા. આ સેવાકીય કાર્યમાં જયેશ ડાભી, જગદીશ ડાભી, મિતેષ ડાભી, વિવેક ગજ્જર, કિશન કંઝારીયા તેમજ પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) સહિતના પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. આ સેવાકીય કાર્ય માટે સિદ્ધાર્થભાઈ જોષીએ આર્થિક યોગદાન આપ્યું હતું.

- text

- text