માથક ગામે ઝેરી દવા પી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ઝેરી દવા પી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

માથક ગામની સુવાલુ નામે ઓળખાતી સીમમાં અજીતભાઈ હનુભાઈ બારડની વાડીએ રહેતા અને છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગોરા ગામના વતની મંજુલાબેન રતનલાલ તડવી (ઉ.વ. 40)એ ગત તા. 19ના રોજ વાડીની ઓરડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text