મોરબી : પ્રતિબંધ છતાં સ્કુલ ચાલુ રાખવા મામલે આચાર્ય અને સંચાલક સામે ગુનો નોંધાયો

- text


શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે એ ડિવિજન પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : કોરોના કાળમાં આઠ માસ કરતા વધુ સમયથી શાળાઓ કોલેજો બંધ છે. હજુ સુધી સરકાર તરફથી શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. કોરોના કાળમાં પ્રતિબંધ હોવા છતાં બે મહિના પહેલા વગર મજૂરીએ ઓમશાંતિ ઇગ્લીશ મીડીયમ સ્કુલ ચાલુ કરી દેતા આ મામલે ફોજદારી કાર્યવાહી થઈ છે. જેમાં શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે એ ડિવિજન પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષણ વિભાગ તરફથી પ્રવિણભાઇ વીરજીભાઇ અંબારીયાએ મોરબીના શનાળા પાસે આવેલ ઓમશાંતિ ઇગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય દેબ્જાની લાહેરી અને આ સ્કૂલના સંચાલક ઉદયરાજભાઇ વી. પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગુજરાત સરકાર દ્રારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનું જાહેરનામુ અમલમાં હોય અને પ્રતિબંધ હોવા છતાં વગર મંજૂરીએ આરોપીઓએ પોતાની મોરબીના શકત શનાળા ગામની બાજુમાં આવેલ ઓમશાંતિ ઇગ્લીશ મીડીયમ સ્કુલને 21 સપ્ટેમ્બરે ચાલુ રાખી હતી અને જાહેરનામાનો ભંગ કરી આરોપીઓએ પોતાની સ્કુલે શિક્ષણ કાર્ય શરૂ કરી કુલ-૫૦ વિદ્યાર્થી શીક્ષકોની જીંદગી જોખમાય તેવા ચેપીરોગથી સંક્રમિત થાયતે રીતે બેદરકારીભર્યુ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાતા એ ડિવિજન પોલીસે આ બન્ને વિરુદ્ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text