રંગપર પાસે કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા મોત

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ પાસેના કારખાનામાં યુવકના માથે પાઉડરની બોરીઓ પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 11ના રોજ રંગપર ગામમાં આવેલ લાફાંસ વિટ્રીફાઇડ કારખાનામાં રાકેશભાઇ ધુલીયાભાઇ કટારા (ઉ.વ. 25) કામ કરતો હતો. તે વખતે પાઉડરની બોરીઓ તેના ઉપર પડતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text