65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ

- text


આજે મંગળવારે ક્યાં ઉમેદવારનું થશે મંગલ? : એક સપ્તાહથી છવાયેલી ઉત્કંઠાનો અંત આવવાનો પ્રારંભ

પેહલા પોસ્ટલ બેલેટ મતોની ગણતરી થશે..

મોરબી : મતદાન પૂરું થયા બાદ મોરબી-માળીયા વિધાનસભા બેઠક જીતવા માટે બન્ને મુખ્ય પક્ષો પોતાના દાવા કરી ચુક્યા છે ત્યારે એક સપ્તાહથી ઇવીએમ મશીનમાં કેદ ઉમેદવારોનું ભાવિ આજે મંગળવારે સવારે ખુલવા જઈ રહ્યું છે. મત ગણત્રીનો પ્રારંભ થતા જ મતદારો સહિત ઉમેદવારો અને મુખ્ય પક્ષોના અગ્રણી નેતાઓની દિલની ધડકન તેજ બની છે.

ગત 3 નવેમ્બરે મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 1995 બાદ સૌથી વધુ પાંખું મતદાન થયું હતું ત્યારે મતદાન પૂરું થયા બાદ બન્ને મુખ્ય પક્ષ કોંગ્રેસ- ભાજપે પોતાની જીતના દાવા કર્યા હતા. એક સપ્તાહથી છવાયેલી ઉત્કંઠાનો આજે અંત આવશે. મત ગણનાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે એક પછી એક રાઉન્ડની મત ગણના પુરી થયે ઘણાં ચડાવ ઉતરાવ જોવા મળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્ર સાથે રહીને ચૂંટણી આયોગ દ્વારા તમામ તૈયારીઓ ગત રાત્રીએ જ પુરી કરી લેવામાં આવી હતી. આજે મંગળવારે કોનું મંગલ થશે તેના પર સૌની મીટ મંડાઈ છે. બપોર સુધીમાં તમામ મતોની ગણત્રી થઈ જવાની સંભાવનાને જોતા બન્ને પક્ષોના કાર્યકરોમાં પણ જીતની ખુશી વ્યક્ત કરવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text