મોરબી : મતદાન દરમિયાન કોંગ્રેસે આચારસંહિતા ભંગ થતી હોવાની 14 ફરિયાદ કરી

- text


સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સીએમના પત્ની અંજલીબેન રૂપાણી વિરુદ્ધ પણ ચૂંટણી પંચમા ફરિયાદ

મોરબી : મોરબી-માળીયા બેઠકમાં યોજાયેલ મતદાન પ્રકિયા દરમિયાન ભાજપ કોંગ્રેસ બન્નેના કાર્યકરો અને આગેવાનોએ દિવસભર દોડધામ કરી હતી. અને અલગ અલગ જગ્યાએ થતી આચારસંહિતા ભંગની ફરિયાદ નોધાવી હતી. કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશ્નર અને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીને અલગ અલગ 14 પ્રકારની લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

જેમાં ઇવીએમને લગતી ફરિયાદ, મતદાન મથક તેમજ જાહેર સ્થળો પર હોર્ડિંગ રાખવા, મેઘપર, મોરબીના બુથ 204માં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાજર રહેવા, તેમજ સીએમના પત્ની, રાજકોટના કમલેશ મીરાણી સહિતના ભાજપના નેતા ચૂંટણી પ્રચાર કરતા હોવાની તેમજ જુના નાગડવાસમાં મતદાન મથક પાસે બગીંગ, ઘાંચી શેરીમાં બુથ 222 માં ઇવીએમ કામ ન કરવા, અગાઉ કરેલી ફરિયાદમાં કાર્યવાહી કરવા, જુના ઘાટીલામાં સાંસદ્દ મોહનભાઇ કુંડારીયા, મગનભાઈ વડાવીયા સહિતના મતદારોને સમાજવાડીના નામે રોકડ રકમની ઓફર કરી મતદારોને પ્રભાવિત કરવા સહિતની ફરિયાદનો સમાવેશ થાય છે.

- text