ચમનપર ખાતે બ્રિજેશ મેરજાએ ધર્મ પત્નિ સાથે જઈ સજોડે મતદાન કર્યું

- text


રવાપર રોડ પર મોહનભાઇ કુંડારિયાએ કર્યું મતદાન

મોરબી : લોકશાહીના મહાપર્વ એવા પેટા ચૂંટણીના જંગમાં ભાજપ તરફે ચૂંટણીના સારથી બ્રિજેશ મેરજાએ પોતાના પૈતૃક ગામ ચમનપર ખાતે આજે વહેલી સવારે જ સજોડે મતદાન કર્યું હતું.

સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયાના પ્રારંભે જ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પોતાની ધર્મ પત્નિ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને સજોડે મતદાનની ફરજ નિભાવી હતી. આજે પુરા દિવસ દરમ્યાન મતદાનલક્ષી તમામ ગતિવિધિઓ પર નજર રાખી દરેક કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહેવા મેરજા પોતાની મતદાનની ફરજ નિભાવી હવે વ્યસ્ત બની જશે.

બીજી તરફ રવાપર રોડ સ્થિત નીલકંઠ વિદ્યાલયમાં સાંસદ મોહનભાઇ કુંડરિયાએ વહેલી સવારે જ મતદાનની ફરજ નિભાવી હતી. અન્ય મતદારો સાથે લાઈનમાં ઉભા રહી પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહેલા કુંડારીયાએ મતદાન કર્યું હતું.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text