મોરબી પેટા ચૂંટણી : સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

- text


રાજકીય અજેન્ટોની હાજરીમાં ઇવીએમની ચકાસણી કરી મતદાન શરૂ કરાયું : સાંજના 6 વાગ્યા સુંધી મતદાન કરી શકાશે

મોરબી : મોરબી- માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યે દરેક બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આ વખતે કોરોનાને કારણે મતદાન બુથ વધારવામાં આવ્યા છે. ગત મોરબી માળીયાની વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 291 મતદાન બુથો હતા તેના બદલે આ વખતે કોરોનાને કારણે 121 મતદાન મથકો વધારીને મોરબી માળીયા વિસ્તારમાં કુલ 412 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શર કરી દેવામાં આવી છે. જોકે દરેક બુથ પર ગઈકાલથી જ તમામ સ્ટાફ પોહચી ગયો છે. અને સવારે મતદાન શરૂ કરતા પહેલા રાજકીય એજન્ટોની હાજરીમાં ઇવીએમ અને વિવિપેટ મશીનોની ચકાસણી કરવામાં આવી હતી. દરેક બુથો પર સવારે 7 વાગ્યાથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે. અને મતદાનની પ્રક્રિયા સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

મોરબી વિધાનસભાના દરેક મતદારોને મોરબી અપડેટ દ્વારા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરે છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text