ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એન્વાયરમેન્ટ ટાસ્કફોર્સમાં નિલેશ જેતપરીયાની પસંદગી

- text


મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણી અને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એન્વાયરમેન્ટ ટાસ્કફોર્સમાં સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગત તા. 17ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરપર્સન યોગેશ પરીખ દ્વારા વર્ષ 2020-21 માટે નિલેશભાઈ જેતપરીયાની પસંદગી કરવામાં આવી છે. આથી, હવે મોરબીના ઉદ્યોગોની સમસ્યાને રાજ્યકક્ષાએ વાચા મળશે. નિલેષભાઈને એન્વાયરમેન્ટ ટાસ્કફોર્સમાં સભ્યપદ મળવા બદલ તેમના પરિવારજનો અને અગ્રણીઓએ શુભેચ્છા પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text