મોરબી પેટા ચૂંટણી : મતદાનની ટકાવારી નક્કી કરશે પરિણામ!!

- text


ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘કાંટે કી ટક્કર’ વચ્ચે મતદાનની ટકાવારી નક્કી કરશે પરિણામ

બન્ને મુખ્ય પક્ષો લગાવી રહ્યા છે એડીચોટીનું જોર : કમિટેડ મતદારોના વિસ્તારોમાંથી વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસો

મોરબી : મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સામે રોચક જંગ જામ્યો છે. બન્ને પક્ષો દ્વારા હાલ મતદારોને પોતાના તરફ આકર્ષવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની આ મહામારીને પગલે ઓછું મતદાન થાય તેવી પણ ભીતિ સેવાઇ રહી હોય બન્ને ઉમેદવારો પોતાના કમિટેડ મતદારોના વિસ્તારોમાંથી વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

મોરબી જિલ્લો આજથી ત્રણ વર્ષ પૂર્વે ભાજપનો ગઢ રહ્યો છે. અગાઉ ઘણા વર્ષોથી ભાજપનું સાશન ચાલ્યું આવતું હતું. પરંતુ પાટીદાર અનામત ફેક્ટર અસર કરી જતા ભાજપનો ગઢ પડી ભાંગ્યો હતો અને કોંગ્રેસે પોતાના ઝંડા નાખી દીધા હતા. જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસે શાસન કબ્જે કરી લીધું હતું. જો કે ત્યારબાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરતા પેટાચૂંટણી આવી છે.

આ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસ તરફથી જયંતિભાઈ પટેલ ઉમેદવાર રહ્યા છે. બ્રિજેશ મેરજા ઉચ્ચ શિક્ષણ પણ ધરાવે છે. સામે જયંતિભાઈ પટેલ સારી છબી અને વેપારી આલમમાં નામના ધરાવે છે. બીજી તરફ હવે પાટીદાર અનામત ફેક્ટર પણ અસરકર્તા નથી. જેથી ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે કાંટે કી ટક્કર છે.

ચૂંટણીના આ જંગમાં કોના વિજય પતાકા લહેરાશે તેના પર સૌની મીટ મંડરાયેલી છે. એક તરફ કોરોનાની મહામારી છે. જેને લઈને મતદાન ઓછું થાય તેવી સંભાવના છે. જેથી બન્ને ઉમેદવારો પોતાના કમિટેડ મતદારોના વિસ્તારમાંથી વધુમાં વધુ મતદાન કરાવવા ઊંધામાથે થયા છે. જ્યારે બીજી તરફ નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે જો ઓછું મતદાન થશે તો ભાજપને નુકસાની છે. ત્યારે હવે ખરેખર શું થશે તે આગામી સમયમાં જ જોવા મળશે.

- text


કુલ મતદારો 2,71, 467
મહિલાઓની સંખ્યા – 1,29,609 પુરુષોની સંખ્યા – 1,41,857
અન્ય -1

કોના કેટલા મત?

સૌથી વધુ કડવા પટેલ 74406,
મુસ્લિમ 35436,
કોળી 26669,
સથવારા 25174,
દલિત 22766,
અન્ય 87015

છેલ્લી છ ચૂંટણીમાં ભાજપ 5 વખત અને કોંગ્રેસે એક વખત જીત મેળવી છે.


છેલ્લી 4 ચૂંટણીમાં કોને કેટલી સરસાઈ?

2002
ભાજપ કાંતિલાલ અમૃતિયા 53443 (1590 મતની સરસાઈ )
કોંગ્રેસ જયંતીલાલ પટેલ 51853

2007
ભાજપ કાંતિલાલ અમૃતિયા 75313 (22521 મતની સરસાઈ )
કોંગ્રેસ જયંતીલાલ પટેલ 52792

2012
ભાજપ કાંતિલાલ અમૃતિયા 77383 (2757 મતની સરસાઈ )
કોંગ્રેસ બ્રિજેશ મેરજા 74626

2017
કોંગ્રેસ બ્રિજેશ મેરજા 89396 (3419 મતની સરસાઈ )
ભાજપ કાંતિલાલ અમૃતિયા 85977



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text